Thursday, March 26, 2020

ગુજરાતી

કઈ રીતે તમે અને તમારો પરિવાર માનસિક રીતે સ્વસ્થ રહી શકો લોકડાઉન દરમિયાન
અત્યારે દેશ ૨૧ દિવસ માટે લૉકડાઉન છે,આથી એ જરૂરી છે કે આપ અને આપનો પરિવાર માનસિક રીતે સ્વસ્થ રહે

1. ટાઈમ ટેબલ બનાવો:-એ થોડું કંટાળાજનક લાગે પણ એ ખૂબ અસરકારક છે આ સમય પસાર કરવા.સવારે ચોક્ક્સ ટાઈમે ઉઠી જાઓ,કસરત,યોગા,પૂજા કરો, જમવાનું નિયમિત રાખો અને મોજ મજા નો સમય પણ અલગથી ફાળવો.

2.ટેકનોલોજી - મનોરંજન માટે, સમાચાર વાંચવા માટે અને સોશિઅલ મીડિયા માટે વાપરો

3. કનેક્ટિવિટી - સોશિઅલ મીડિયા,વિડિયો ચેટ,ફોન કે મેસેજ દ્વારા નજીક ના સબંધી સાથે ટચ માં રહો

4. સરખું જમો - તંદુરસ્ત અને સંતુલિત ભોજન લો, જે તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર કરે એવું ભોજન ટાળો, તંદુરસ્ત ભોજન તમારી રોગપ્રિકારકશક્તિ વધારશે અને રોગ થતો પણ અટકાવશે.

5. સમાજમાં સહકાર આપો - જો કોઈ ફોન પર વાત કરવામાં નિરાશ થતા હોય એમની મદદ કરો,જો પરિવાર માં કોઈ ની તબિયત ખરાબ જણાય તો કોલ કરો ઇમરજન્સી હેલપલાઇન નંબર ૧૦૮ અથવા સેન્ટ્રલ હેલપલાઇન નંબર +91-11-23978046. https://www.mohfw.gov.in/coronvavirushelplinenumber.pdf ૨-૩ પરિવાર માંથી એક જ માણસ ખરીદી કરવા જાઓ અને સામાજિક અંતર પણ રાખો

6. ધાર્મિક કાર્યો - ધાર્મિક પ્રવૃતિ ઘરમાં જ કરો,કોઈ પણ મહેમાનો વિના તહેવારોની જાતે ઉજવણી કરો, આ આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ આ એક સારો માર્ગ છે.

7. શોખ - નવલકથાઓ, પુસ્તકો, કૉમિક્સ વાંચો, સંગીતનાં સાધનો વગાડો, પેઇન્ટ કરો, દોરો અને કોઈપણ સારા ઇન્ડોર શોખ, નવી કુશળતા શીખવાનું પણ શરૂ કરી શકે છે.

8. બોન્ડિંગ - બાળકો સાથે વધુ સમય ગાળો, તેમને શીખવો અને તેમની સાથે રમો. આ મજબૂત સંબંધ બનાવશે અને તાણનો સામનો કરવામાં પણ મદદ કરશે. તમારા સંતાનોને કોરોના વાઈરસ અને તેના ફેલાવા વિશે સમજાવો.તમારા સંતાનોને હાથ ધોવાની પદ્ધતિ કરીને સમજાવો અને આ રોગ ને અટકાવવા ઘર માં રેહવું કેટલું જરૂરી છે તે સમજાવો.

9. રમતો- ચેસ, ટેબલ ટેનિસ, બેડમિંટન, પૂલ, વગેરે જેવી ઇન્ડોર રમતો રમો.

10. સામાજિક અંતર જાળવવા દરમિયાન તમારા અને નજીકના પાળતુ પ્રાણીની સહાય કરો અને તેની પણ કાળજી રાખો.

Team Details - https://caring2020.blogspot.com/2020/03/about-team.html

No comments:

Post a Comment